26 January Nibandh Essay Gujarati 2023 PDF
26 January Nibandh Essay Gujarati, 26 january nibandh gujarati ma, 26 મી જાન્યુઆરી નો નિબંધ, 26 મી જાન્યુઆરી નો નિબંધ pdf, 26 મી જાન્યુઆરી નો નિબંધ ગુજરાતી, 26 january nibandh in gujarati, 26 mi january essay in gujarati, republic day essay in gujarati, gujarati nibandh, gujarati essay
26 મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ નો નિબંધ ગુજરાતી માં | 26 January Nibandh Essay Gujarati
પ્રજાસત્તાક દિવસ નિબંધ 2023 – વિદ્યાર્થીઓ માટે ગુજરાતી માં 26 મી જાન્યુઆરી નો નિબંધ
પ્રસ્તાવના
આપણે સૌ દર વર્ષે 26 મી જાન્યુઆરી નો રાષ્ટ્રીય પર્વ ધામ-ધૂમ થી ઉજવીએ છીએ. વર્ષ માં ફક્ત બે જ રાષ્ટ્રીય તહેવારો આવે છે, પ્રથમ 15 મી ઓગસ્ટ આપનો સ્વતંત્ર દિવસ, જે દિવસે આપણાં ભારત દેશ ને આજાદી મળી હતી અને બીજો રાષ્ટ્રીય પર્વ એટલે 26 મી જાન્યુઆરી આપણો પ્રજાસતાક દિવસ, આપણો ગણતંત્ર દિવસ.
પ્રજાસતાક દિવસ | 26 મી જાન્યુઆરી, Republic Day નો ઇતિહાસ
ભૂતકાળ માં એટલે કે સન 1757 થી 1947 સુધી બ્રિટિશ શાસન હતું અને 15 મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણો ભારત દેશ આજાદ થયો હતો. તેમ છતાં ભારત દેશ ની સામે ઘણા મોટા મોટા પ્રશ્નો હતા, જેમ કે બંધારણ તૈયાર કરવું અને તેને અમલ માં લાવવું.
બંધારણ ઘડવા માટે ઍક સમિતિ ઘડવા માં આવી હતી જેમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર એ સમિતિ ના અધ્યક્ષ હતા. આ સિમિતિ એ દેશનું બંધારણ ઘડ્યું હતું, મુસદ્દો તૈયાર કર્યા પછી, તેને 4 નવેમ્બર, 1949 ના રોજ બંધારણ સભામાં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, 4 નવેમ્બર ને આથી બંધારણ દિવસ તરીકે પણ ઓળખવામાં માં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સમય માંગી રહી હતી, જેમાં 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો હતો.
આ પછી 26 મી જાન્યુઆરી 1950 ના રોજ આપણું બંધારણ અમલ આવ્યું હતું. આથી દર વર્ષે આપણે 26 મી જાન્યુઆરી ને પ્રજાસત્તાક દિવસ કે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. આપણાં દેશ ભારતનું બંધારણ દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે. જે અઢળક દેશો ના બંધારણ પર સંશોધન કરીને બનવામાં આવ્યું છે .
26 મી જાન્યુઆરી, પ્રજાસતાક દિવસ ની ઉજવણી ની ઉજવણી & કાર્યક્રમો | Republic Day Celebrations
ગણતંત્ર દિવસ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. 26 જાન્યુઆરીએ, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવે છે અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજર રહેલા તમામ નાગરિકો દ્વારા બંદૂકની સલામી સાથે રાષ્ટ્રગીત સામૂહિક રીતે ગાવામાં આવે છે. ગણતંત્ર દિવસ પર, વિવિધ રેજિમેન્ટ્સ, ભારતીય ત્રણેય દળો (આર્મી ,નેવી અને હવાઈ દળ ) પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લે છે અને રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રપતિને સલામી આપે છે.
આ ઉપરાંત શાળાઓ માં જાત-જાત ના સાંકૃતિક કાર્યક્રમો, વકૃત્વ સ્પર્ધાવો, રમત ગમત સ્પર્ધાવો યોજવામાં આવે છે અને રાષ્ટ્ર ધ્વજ ફરકવામાં આવે છે.
26 મી જાન્યુઆરી ની પરેડ | Republic Day Pared
દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ પર એક ખાસ પરેડનું આયોજન કરવામાં આવે છે, સામાન્ય નાગરિકો પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. પ્રજાસત્તાક દિવસના આ ખાસ અવસર પર હજારો લોકો રાજપથ પર એકઠા થાય છે. 26 જાન્યુઆરીની પરેડમાં ત્રણેય સેનાઓ વિજય ચોકથી પરેડની શરૂઆત કરે છે અને રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજને સલામી આપતા રાજપથ પરથી પસાર થાય છે. આર્મી બેન્ડની મધુર ધૂન પર નૃત્ય કરીને પરેડ લોકોને મંત્રમુગ્ધ કરે છે.
સંસ્કૃતિની ઝલક
“વિવિધતામાં એકતા” થી ભરેલો આ રાષ્ટ્રીય તહેવાર વધુ વિશેષ બની જાય છે જ્યારે વિવિધ રાજ્યો રાજપથ પર ઝાંખીઓ દ્વારા તેમની સંસ્કૃતિ, પરંપરા અને પ્રગતિ પ્રદર્શિત કરે છે. તમામ મંડળો પોતપોતાની કલાથી દરેકને પોતાની વેશભૂષા વડે આકર્ષિત કરે છે, તેવી જ રીતે ગાયન, નૃત્ય અને સંગીતનાં સાધનો વડે પણ ઘણા કાર્યક્રમો છે.ત્યારબાદ, કાર્યક્રમના અંતે, એરફોર્સના વિમાનો વિજય ચોક પરથી પસાર થાય છે અને રંગીન કલર છોડે છે જે આકાશમાં રાષ્ટ્રધ્વજનું પ્રતીક દર્શાવે છે.
આ રીતે આખા દેશ માં ધામ-ધૂમ થી 26 મી જાન્યુઆરી ઉજવામાં આવે છે અને આપણાં સ્વતંત્ર સેનાનીઓ ની કુરબાનીઓ એને તેમને યાદ કરીયે છીએ..
પ્રજાસત્તાક દિવસ 2023 સંબંધિત પ્રશ્નનો જવાબ
પ્રજાસત્તાક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.
પ્રજાસત્તાક દિવસની પરેડમાં કઈ સેનાઓ ભાગ લે છે?
ત્રણેય સેનાઓ (આર્મી ,નેવી અને હવાઈ દળ) પરેડમાં ભાગ લે છે.
26 જાન્યુઆરી 2023ના પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ કોણ છે?
ઇજિપ્તના રાષ્ટ્રપતિ, અબ્દેલ ફત્તાહ અલ-સીસી, ભારતમાં 2023 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હશે.
પ્રજાસત્તાક દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
કારણ કે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય બંધારણ ઘડવામાં આવ્યું હતું અને લાગુ કરવામાં આવ્યું હતું.
પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાઓમાં કેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
વક્તૃત્વ સ્પર્ધા, કલા સ્પર્ધા જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના ચિત્રો બનાવવામાં આવે છે, નિબંધ, ચિત્ર, નાટક, રંગોળી વગેરે શાળાઓમાં 26મી જાન્યુઆરીએ યોજવામાં આવે છે જેમાં ઘણા વિદ્યાર્થીઓ ભાગ લે છે.
ભારતનું બંધારણ કોના દ્વારા લખાયું છે?
ભારતનું બંધારણ બંધારણ મુસદ્દા સમિતિ દ્વારા લખવામાં આવે છે