જાણો સૌરાષ્ટ્ર ના સંત શ્રી કાળુબાપુ (હડમતીયા) ની આ 5 રોચક વાતો
મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહયા છીએ એમની જે આ આધુનિક યુગ માં પણ સાક્ષાત ઈશ્વર ની અનુભૂતિ કરાવે છે.. તે છે પરમ પૂજય સંત શ્રી કાળુબાપુ – મુની આશ્રમ-હડમતીયા.
કાળુબાપુ નો આશ્રમ એ હડમતીયા નામ ના ગામ માં આવેલો છે, જે ભાવનગર જિલ્લા ના રંઘોળા ગામ થી લગભગ 6KM દૂર આવેલું છે.
હડમતીયા કાળુ બાપુ નો આશ્રમ Location Map –
કાળુબાપુ & મુની આશ્રમ-હડમતીયા વિષે રોચક વાતો
પરમ પૂજ્ય કાળું બાપુ, હડમતીયા શામળા બાપુ (રૂપાવટી) ના પ્રેરણા થી ઘણા વર્ષો પહેલા પધાર્યા હતા..
કાળુબાપુ, હડમતીયા પધાર્યા એ પહેલા પૂજ્ય કાળુબાપુ એ સતાધાર ની ઘણા વર્ષો સુધી સેવા કરેલી છે.
બાપુ એ ઘણા વર્ષો થી મૌનવ્રત ધારણ કરેલું છે તથા અન્ન ગ્રહન કરતાં નથી.
બાપુ નુ જીવન એક દમ સાદુ છે શરીર પર કંતાન ના વસ્ત્રો જ પહેરે છે તથા પોતાની જગ્યા એ કલાકો સુધી ધ્યાન ધરે છે.
દર પુનમ ના દિવસે હજારો લાખો શ્રદ્ધાળુ લોકો પગ પાળા ચાલીને બાપુ ના દર્શન એ આવે છે તથા વર્ષો થી હજારો ભક્તો માટે પ્રસાદી નું આયોજન હોય છે. બગદાણા બાપુ ની જેમ અહિયાં પણ અન્ન નો ભંડાર છે તથા ભગવાન અને બાપુ ની કૃપા થી આજ સુધી કોઈ પણ દિવસ પ્રસાદી ની તાણ નથી પડી.
કાળુબાપુ એ અત્યાર સુધી મા અનેક ગામો મા સમુહ લગ્ન કરાવ્યા છે, અનેક દિકરીઓ ને અને તેમના પરીવાર જનો ને મદદ રૂપ થયા છે.
ક્યારેક મોકો મળે તો બાપુ ના આશ્રમ ની મુલાકાત અચૂક લેજો..
ધન્ય હો સૌરાષ્ટ ની ધરા……