Partham Ganesh Besado Lyrics Gujarati & English (પરથમ ગણેશ બેસડો સ્થાપના લગન ગીત)
પરથમ ગણેશ બેસાડો રેરેરે મારા ગણેશ દુંદાળા…
ગણેશ દુદાળા ને મોટી ફાંદાળા…
ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા…
કૃષ્ણની જાને રૂડાં ઘોડલા શણગારો…
ધોડલે પિત્તળિયા પલાણ રેરેરે મારા ગણેશ દુંદાળા…
કૃષ્ણની જાને રૂડાં હાથીડા શણગારો…
હાથીડે લાલ અંબાડી રેરેરે મારા ગણેશ દુદાળા…
કૃષ્ણની જાને રૂડાં જાનીડાં શણગારો…
જાનડી લાલ ગુલાલ રેરેરે મારા ગણેશ દુંદાળા…
કૃષ્ણની જાને રૂડા ધોરીડાં શણગારો…
ધોરીડે બબ્બે રાશું રેરેરે મારા ગણેશ દુંદાળા…
કૃષ્ણની જાને રુડી વેલડિયું શણગારો…
વેલડિએ દશ આંટા રેરેરે મારા ગણેશ દુંદાળા…
વાવલિયા વાવ્યાં ને મેહુલા ધડૂક્યા…
રણ રે વગડામાં રય થંભ્યા રે મારા ગણેશ દુંદાળા …
તૂટ્યાં તળાવ ને તૂટી પીંજણિયું…
ધોરીડે તૂટી બેવડ રાશું રે મારા ગણેશ દુંદાળા …
ઉઠો ગણેશ ને ઉઠો પરમેશ્વર…
તમે આવ્યે રંગ રે’શે રેરેરે મારા ગણેશ દુંદાળા…
અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા…
અમ આવ્યે તમે લાજો રે મારા ગણેશ દુંદાળા…
અમારે જોશે સવા મણનો રે લાડુ…
અમે આવ્યે વેવાઈ ભડકે રે મારા ગણેશ દુદાળા…
વીવા. અઘરણી ને ગવને જનોઈ…
પરથમ ગણેશ બેસાડુ રે મારા ગણેશ દુંદાળા…
English Version of Partham Ganesh Besado Lyrics [પરથમ ગણેશ બેસડો સ્થાપના લગન ગીત]
Pratham shri ganesh besado re,
Mara ganesh dundaala
Ganesh dundaala ne moti faandala,
Ganeshji vardaan dejo re,
Maara ganesh dundaala
Sukhad baajot ghadaavo re,
Maara ganesh dundaala
Pratham shri ganesh…
Krushnaji ni jaane rudi veldiyu shangaro
Ghodaliya pitaliya palaan re,
Mara ganesh dundaala
Krishnaji ni jane ruda hathida shnagaro
Hathide laal ambadi re,
Maara ganesh dundaala Pratham shri ganesh….
Krushn jine jane ruda devta shangaro,
Navkhand norata didha re
Mara ganesh dundaala
Pratham shri ganesh…
Krishnaji ni jaane ruda janaiya shangaro
Janaiya laal gulaal re
Mara ganesh dundaala
Pratham shri ganesh…
Krushnaji ni jane rudi jandiyu shangaro,
Jaandiyu kesar bhini re
Maara ganesh dundaala
Pratham shri ganesh…
Aavo ganeshji aavo parmeshwar
Tam aavethi rang raheshe re
Maara ganesh dundaala
Pratham shri ganesh…