“કર્તવ્ય થકી માણસ મહાન” ને સિદ્ધ કરનારી સાચી ઘટના પર આધારિત પ્રસંગ – [Gujarati varta]
સેવા – સુરક્ષા અને શાંતિના પોલીસ પરિવારના સ્લોગનને હંમેશા પોલીસ મિત્રોએ ઉજાગર કર્યો છે – Gujarati motivational story
જેમણે હંમેશા જરુર પડી ત્યારે નાગરિકોને અપીલ કરી છે શાંતિ ભાઈચારો વધે એ માટે.,પરસ્પર એકબીજા નાગરિકો સાથે પ્રેમ અને એકતા જળવાઈ રહે તે માટે કોઈ ધર્મ કે જ્ઞાતિનું ઉત્સવ કે રેલી કે પછી ધાર્મિક માહોલ હોય ત્યારે જ્ઞાતિના આગેવાનો ને બેસાડી ને સમજાવે છે.
સુરક્ષા માટે દિવસ રાત ટાઢ, તડકો કે વરસાદનું એક પણ વાર વિચાર્યા વગર પોતાની ફરજ નિભાવતા હોય છે. ઉત્સવ હોય કે કોઈ લગન પ્રસંગ ત્યારે પણ તે પોતાના પરિવાર કે સ્નેહી મિત્રોને સમય આપી શકતા નથી. એમને ક્યારે દિવાળી કે હોળીનું વેકેશન નથી હોતું, છતાં પણ હંમેશા મુખ પર સ્મિત સાથે પોતાની ફરજ પુરી નિષ્ઠાથી નિભાવતા હોય છે. ઘણીવાર આપણે જોયું પણ હોય છે કે સ્કુલ/કોલેજના બાળકોને પરિક્ષા સ્થળે પહોંચાડવા કિલોમીટર સુધી આજ પોલીસના જવાનો જતા હોય છે.
કોઈ મંત્રી આવવાના હોય, વાવાઝોડું આવ્યું હોય કે કોઈ માનવસર્જિત આફત આવી પડી હોય ત્યારે હંમેશા અગ્રેસર રહેનાર એટલે આપના ગુજરાત પોલીસ જવાન ચાલો ત્યારે આજે એક આવજ નવયુવાન ની એક નાનકડી વાત કરીએ.
થોડા દિવસ પહેલાની વાત છે,
એક વૃદ્ધ કાકા કોઈ અગમ્ય કારણથી સુરતની તાપી નદીમાં કૂદી ને – Gujarati varta
પોતાનો જીવ આપવાની કોશિશ કરી રહ્યા હતા. આ દ્રશ્ય ત્યાથી પસાર થઈ રહેલા રાહદારીએ જોયું અને તરત જ એક પણ પળનો વિલંબ કર્યા વગર પોલીસ ઈમરજન્સી નંબર 100 પર જાણ કરી. સામેથી પણ તરત જ ગણતરીની મિનિટમાં PCR (Police Control Room) વાહન આવીને ઊભું રહી ગયું અને તેમાંથી એક જ મિનિટમાં સમગ્ર ઘટના જાણી, સમય સૂચકતા વાપરી પોતાની વર્દી સાથે એક જાંબાજ પોલીસ જવાને ધસમસતાં પાણીનાં પ્રવાહમાં છલાંગ લગાવી દીધી અને પેલા ડૂબી રહેલા વૃદ્ધને બચાવવા માટે અથાગ પ્રયત્ન કર્યો અને એ વૃદ્ધને પુલના પીલોર સુધી લઈ આવ્યા, પોલીસ વાહનની અંદર રહેલા બીજા 2 પોલીસના જવાનો દોરડા વડે વૃદ્ધને બહાર લાવવા તૈયાર જ હતા અને ગણતરીની મિનિટમાં દોરડા ની મદદથી પેલા વૃધ્ધ કાકાને ઉપર ખેંચી લીધા. તરત જ તેમની ટીમ દ્વારા કાકાને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા અને અંતે કાકાનો જીવ બચી ગયો.
બીજા દિવસે એ પોલીસ જવાનનો હું ઇન્ટરવ્યુ જોઈ રહ્યો હતો…
એ એ ઇન્ટરવ્યુ સૌથી જોરદાર અને યાદગાર હતો મારા માટે કારણ કે તે પોલીસ જવાને વૃદ્ધનો જીવ બચાવ્યો છે તેનો યશ પોતે લેવાના બદલે, જેમણે પ્રથમ ફોન કર્યો તે ભાઈ, પોતાની સાથે રહેલા પોતાના સ્ટાફના સાથી કર્મચારીઓ અને જેઓએ હોસ્પિટલ પહોંચાડ્યા છે તે બધા થકી આજે કાકાનો જીવ બચી ગયો તેવું જણાવ્યું હતું. તેમને પોતાનીસાથે રહેલા પોતાના સ્ટાફ પર એટલો બધો વિશ્વાસ હતો કે તે પાણીમાં પડશે એટલે તરત જ સાથી મિત્રો 15 થી 16 સેકન્ડમાં દોરડું લઈને પહોંચી જશે. તેમણે તેવું પણ કહ્યું કે હતું કે સમયસર અમને મેસેજ પહોંચાડ્યો તે રાહદારી, પોતાના સાથી કર્મચારીઑ અને પસાર થતું પબ્લિક આ બધા થકી જ આ કાર્ય હું કરી શક્યો છું.
તે પોલીસ જવાન પોતે ગુરુ પરંપરામાં અભ્યાસ કરેલો હશે એટલે સંસ્કૃતના શ્લોક અને પાઠ એમને કંઠસ્થ હતા કદાચ. તેમણે એવું કહ્યું કે “પોતાના માટે તો સૌ કોઈ જીવન જીવે બીજા માટે જીવન જીવે એ જ સાચું સુખ છે, તે વૃદ્ધ કાકા નો જીવ બચી ગયો તે જાણીને મને આજે એટલો આનંદ થયો તેટલો કદાચ મને નોકરી મળી ત્યારે પણ નહોતો થયો”..
ખરેખર સાચા અર્થમાં પોતે યશ અને કીર્તિ ને પાત્ર આ વીર પોલીસ જવાને પોતે કરેલું કામ મારાથી થયું કહેવાના બદલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ઘટના સાથે જોડાયેલ દરેક વ્યક્તિના કારણે જ આ શક્ય બન્યું છે એવું તેમણે સ્પષ્ટ કહ્યું અને એક વૃદ્ધનો જીવ બચાવી લીધા પછી પોતાના જ કોઈ સ્વજનનો જાણે જીવ બચાવી લીધો ના હોય એટલો આનંદ થયો હોવાનો તેની વાત પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું.
વીર જવાન ચિંતનભાઈ રાજ્યગુરુ – સિહોર તાલુકાના અગીયાળી ગામના વતની
જ્યારે આ ઘટના પછી કોઈ સામાજિક સંસ્થા તે પોલીસ જવાન:: ચિંતનભાઈનું શાલ અને રોકડ પુરસ્કાર દ્વારા સન્માન કરવા માંગતી હતી ત્યારે ચિંતનભાઈ ત્યાં હાજર રહ્યા અને એ સંસ્થાને ખૂબ જ વિનમ્રતા, વિવેક અને ગુરુપરંપરા ને શોભે તેવો જવાબ આપતા જણાવ્યુ કે હું રોકડ પુરસ્કાર લઈ શકું નહીં કારણ કે એ વૃદ્ધનો જીવ બચાવવો એ તો મારી ફરજ હતી અને એ મેં મારી ફરજ બજાવી છે. આ પુરસ્કાર લઈ શકું નહિ તેના માટે મને માફ કરજો અને મને આશીર્વાદ આપજો કે હંમેશા હું બીજાની મદદ કરી શકું.
આજની આ સ્વાર્થ ભરી દુનિયામાં પોતાનો કે પોતાના પરિવારનો વિચાર કર્યા વગર પોતાના જીવના જોખમે એ તાપી નદીના ધસમસતા પાણીનાં પ્રવાહમાં છલાંગ લગાવનાર વીર જવાન સિહોર તાલુકાના અગીયાળી ગામના વતની છે અને તેમનું નામ ચિંતનભાઈ રાજ્યગુરુ છે .સાચા અર્થમાં જેમણે ગુરુ પરંપરા ઉજાગર કરી છે તેવા વીર જવાનના ચરણોમાં કોટિ કોટિ વંદન.
આ લેખ સંપૂર્ણ પણે સત્ય ઘટના પર આધારિત છે.